રાજસ્થાનઃ ઝેરી સાપ કરડતા સર્પ વિશેષજ્ઞનું મોત, અંતિમ વીડિયોમાં કરી આ વિનંતી
ઉદેપુરઃ રાજસ્થાનના પાલીમાં શેખાવત નગરમાં સર્પ વિશેષજ્ઞ વિજયદાસ વૈષ્ણવના પુત્ર મનિષને સાપ કરડ્યો હતો. જેથી તેનું મોત થયું હતું. મૃત્યુ પહેલા તેણે કોબરા સાપને પકડીને છોડ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેણે સંદેશો આપતા કહ્યું હતું કે, સામાન્ય લોકો સાપને પકડવાની ભૂલ ના કરતા, જો સાપને પકડો છો તો સાવચેતી રાખવી જોઈએ. સાપ કરડે તો તાત્કાલિક હોસ્પિટલ જવુ જોઈએ. આ ઘટનામાં મનિષનું મોત થયાં પરિવારજનો અને મિત્રોમાં શોકમાં ગરકાવ થઈ ગયા છે.
મનિષના મિત્ર વંટી પવારએ જણાવ્યું હતું કે, 19 વર્ષીય મનિષ વૈષ્ણ સાપ પકડવામાં એક્સપર્ટ હતો. તેના આ હુનરને જોઈને જ વનવિભાગ તેની મદદ લેતુ હતું. શાખાવત નગરમાં કોબરા સાપને પકડવા આવ્યો ત્યારે જ તેને સાપ કરડ્યો હતો. ભારે જહેમત બાદ તેને સાપ પકડીને નદીમાં છોડ્યો હતો. તેમજ તેનો એક વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં મનિષએ કહ્યું હતું કે, સાપ કરડ્યો છે. તેમજ લોકોને સાપ નહીં પકડવાની સલાહ પણ આપી હતી. મનિષને ખબર હતી કે, સાપ કરડે તો મોત પણ થઈ શકે છે. થોડી મિનિટો બાદ તેની તબિયત લથડતા પરિવારજનો તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેનું મોત થયું હતું. મનિષને ઘરની આસપાસના વિસ્તારમાં ક્યાં સાપ દેખાય તો લોકો ફોન કરીને મદદ માંગતા હતા. તેમજ કોઈ પણ ચાર્જ લીધા વિના સાપ પકડીને સુરક્ષિત જગ્યા ઉપર છોડી દેતો હતો.