રાજસ્થાન સ્થિત અજમેરની દરગાહમાં હવેથી વીડિયા અને ફોટોગ્રાફી પર પ્રતિબંઘ
- અજમેર દરગાહ શરીફને લઈને લેવાયો મહત્વનો નિર્ણય
- હવેથી વીડિયો-ફોટોગ્રાફી નહી કરી શકાય
જયપુરઃ- ભારત દેશના કેટલાક ઘાર્મિક સ્થળો અવા છે કે જ્યા મોબાઈલ ફોન કે કેમેરા લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો છે, ત્યારે હવે ભારતમાં જાણીતી રાજ્સ્થાનના અજમેરમાં સ્થિતિ દરગાહને લઈને પણ કંઈક આવો નિયમ લાગૂ કરાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સૂફી સંત ખ્વાજા ગરીબ નવાઝની મેનેજિંગ કમિટી દરગાહ કમિટી દ્વારા 14 જાન્યુઆરીએ એક મોટો નિર્ણય લીધો હતો.આ દરગાહ શરીફમાં વધતી જતી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીને રોકવા માટે મોબાઈલ અને કેમેરા દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
દરગાહ કમિટીના પ્રમુખે આપેલી માહિતી પ્રમાણે અહાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે લોકો દરગાહ શરીફમાં વીડિયો અને ફોટા વાયરલ કરે છે. તેમના શોખ, ખ્યાતિ વિશે બનાવેલા આ વીડિયો અને તસવીરો દ્વારા દરગાહ શરીફની પ્રતિષ્ઠા, માન, સન્માન અને વ્યવસ્થાને ઠેસ પહોંચે છે. તેને જોતા દરગાહ કમિટીએ ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે સામાન્ય જનતાની જાણકારી માટે દરગાહ શરીફમાં બેનરો લગાવવામાં આવશે. દરગાહ કમિટી દ્વારા વધી રહેલી વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી રોકવા દરગાહ શરીફ સાથે સંબંધિત દરેક બે અંજુમનોને પણ સેક્રેટરીને પત્ર લખીને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.