Site icon Revoi.in

રાજસ્થાનઃ CM અશોક ગહલોતના કાફલામાં અજાણી કાર ઘુસી, કાર ચાલકની અટકાયત

Social Share

જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરના એરપોર્ટ પોલીસ વિસ્તારમાં એક કાર ચાલકે વીઆઈપી મુવમેન્ટમાં રૂટ લાઈનને તોડીને મુખ્યમંત્રી અશોક ગહલોતના કાફલામાં પોતાની કાર ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. પ્રિયંકા ગાંધીને એરપોર્ટ મુકીને સીએમ ગહલોત પરત જઈ રહ્યાં ત્યારે આ ઘટના બની હતી. આ દરમિયાન કાર ચાલકેને રોકવાનો જયપુર ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલે પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે વાહન અટકાવવાને બદલે કોન્સ્ટેબલને અડફેટે લીધો હતો. તેમજ કારની બોનેટ ઉપર 600 મીટર સુધી ઢસેડ્યો હતો. જો કે, પોલીસે વાહન અટકાવ્યું હતું. જે બાદ તેની અટકાયત કરવામાં આવી હતી.

જયપુર પોલીસએ જેએલએન માર્ગ ઉપર મુખ્યમંત્રી અશોક ગહલોતનો કાફલો નીકળવાનો હોવાથી ટ્રાફિક અટકાવવામાં આવ્યો છે. ટ્રાફિક અટકાવવામાં આવતા નારાજ કાર ચાલકે માલવીયાનગર પુલિયા પાસે જયપુર રોડ ઉપર કાર દોડાવી હતી. કારને સીએમના કાફલા તરફ આગળ વધતી જોઈને ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસ કોન્સ્ટેબલે કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ચાલકે કાર અટકાવવાને બદલે પોલીસ કર્મચારીને ઢસડ્યો હતો.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસની જીપથી કારનો પીછો કરીને 600 મીટર બાદ અટકાવી હતી. આ બનાવમાં કોન્સ્ટેબલને ઈજા થઈ હતી. જ્યારે આરોપીને ઝડપી લઈને પૂછપરછ આરંભી છે. દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામ પહેલા પ્રિયંકા ગાંધી જયપુર આવ્યાં હતા. પ્રિયંકા ગાંધીને એરપોર્ટ મુકીને ગહેલોત પરત જતા હતા ત્યારે આ ઘટના બની હતી. સીએમ ગહેલોતની સુરક્ષામાં ચુક સામે આવતા પોલીસ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા.