નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાગિની નાયકને જાણીતા સિનિયર પત્રકાર રજત શર્મા ઉપર ગંભીર આરોપ લગાવતા ખળભાળાટ મચી ગયો છે. કોંગ્રેસની મહિલાએ નેતાએ દાવો કર્યો હતો, રજત શર્માએ ઓનએર કાર્યક્રમમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જે બાક કોંગ્રેસે પ્રેસ કોંન્ફ્રેન્સ કરી હતી. સિનિયર નેતા રજત શર્મા ઉપર ગંભીર આક્ષેપ કરવાની સાથે રાગિની નાયક રડવા લાગી હતી. જો કે, કોંગ્રેસની મહિલા નેતાએ લગાવેલા તમામ આરોપોને ટીવી ચેનેલ અને રજત શર્માએ ફગાવી દીધા હતા. તેમજ આ અંગે કાયદેસરની કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત 4 જૂનના રોજાયેલા કાર્યક્રમનો વીડિયો પણ જાહેર કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસના આક્ષેપો બાદ મોટી સંખ્યામાં રજત શર્માના સમર્થનમાં આવ્યાં હતા.
રાગિની નાયકએ સોશિયલ મીડિયા એક્સ ઉપર બે વીડિયો શેર કર્યાં હતા તેમજ આરોપ લગાવ્યો કે, મને ટીવી ચેનલમાં અપશબ્દો બોલાયાં હતા. રાગિનીએ લખ્યું હતું કે, એક વીડિયો મારા ધ્યાનમાં આવ્યો હતો. જેમાં રજત શર્મા ઓનએર કાર્યક્રમમાં અશબ્દો બોલાવ્યાં હતા. મે હકીકત અંગે તપાસ કરી છે. ચેનલમાંથી વીડિયોના રો ફુટેજ નીકાળવામાં આવ્યાં છે. તેમજ મહિલા નેતાએ પત્રકારિત્વને લઈને રજત શર્માને સવાલો કર્યાં હતા.
કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશે પણ ગારિનીના આરોપ મુદ્દે રજત શર્મા પાસે માફીની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, રજત શર્મા જાણીતા મીડિયા વ્યક્તિત્વ છે. તેમના પોતાના રાજકીય વિચાર હોય પરંતુ કોંગ્રેસની મહિલા પ્રવક્તા અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવો અસ્વિકાર્ય છે. આ મામલે તેમને કોઈ શર્ત વિના સાર્વજનિક માણીની તાત્કાલિક આવશ્યતા છે.
રજત શર્મા ઉપર લાગેલા આરોપોને લઈને ન્યૂઝ ચેનલ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યુંછે. ચેનલના લીગલ હેડ રિતિકા તલવારના જણાવ્યા અનુસાર, જે આરોપો લગાવવામાં આવ્યાં છે તે સંપૂર્ણ રીતે ખોટા છે. આ મુદ્દે કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે. બીજી તરફ રજત શર્માએ તમામ આરોપોને ખોટા ગણાવ્યાં હતા. તેમજ ટીવી ચેનલમાં તેમણે તા. 4 જૂનનો વીડિયો શેર કર્યો હતો. જેને લઈને રાગિણી નાયક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મે આજ સુધી કોઈનું અપમાન કર્યું નથી, મારા ઉપર લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા છે. મારી પાસે પુરાવા છે, આ અંગે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.