રાજઘાની દિલ્હીમાં આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને 4 દિવસ ડ્રાય ડ્રે જાહેર, આ ખાસ દિવસો દરમિયાન દારુની દુકાનો રહેશે બંઘ
દિલ્હીઃ- રાજઘાની દિલ્હીમાં શરાબ પીવાને મામલે છૂટ છે, જો કે દારુના બંઘાણીઓને 4 દિવસ સુઘી પરેશાની વેઠવી પડશે, રાજઘાની દિલ્હીમાં 4 દિવસ માટે સરકારે ડ્રાય ડે ઘોષિત કર્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દેશમાં થોડા દિવસો બાદ તહેવારોની નવી સીઝન શરૂ થવા જઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની રાજ્ય સરકારે ચાર ડ્રાય ડે જાહેર કર્યા છે.
દિલ્હી સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે મોહરમ, સ્વતંત્રતા દિવસ, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને ઈદ પર દિલ્હીમાં તમામ દારૂની દુકાનો બંધ રાખવામાં આવશે, કારણ કે તહેવારોના દિવસોમાં દારુ પીને તમાશા ન થાય અને પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આવનારી 29 તારીખને શનિવારના રોજ ઈસ્લામઘર્મનો મોહરમ તહેવાર છે જ્યારે આ દિવસે તાજીયા નીકાળવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે આ બબાતને ધ્યાનમાં રાખઈને 29 તારીખે ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ આવતા મહિને દેશની આઝાદી સાથે સંકળાયેલા સ્વતંત્રતા દિવસનો રાષ્ટ્રીય તહેવાર સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે. સ્વતંત્રતા દિવસ પર પહેલાથી જ નિયમ છે કે આ દિવસે દારૂની દુકાનો બંધ રહે છે. એટલા માટે 15મી ઓગસ્ટ મંગળવારે પણ ડ્રાય ડે રહેશે.
આ સિવાય 6 સપ્ટેમ્બરે જન્માષ્ટમી છે અને તે જ રીતે 27 સપ્ટેમ્બરે ઈદ-એ-મિલાદ છે. આવી સ્થિતિમાં, દિલ્હીમાં દારૂની દુકાનો આ તમામ તારીખો પર બંધ રહેશે તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો દારૂની દુકાનોને લઈને તેમના તરફથી નિર્ણય લઈ શકે છે. તેવી જ રીતે, જ્યારે રાજ્યમાં ચૂંટણી યોજાય ત્યારે પણ ડ્રાય ડે જાહેર કરવામાં આવે છે.