દિલ્હી : દેશ આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની 32મી પુણ્યતિથિએ યાદ કરી રહ્યો છે. રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરવામાં આવી હતી.
યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ અને અન્યોએ દિલ્હીની વીર ભૂમિ ખાતે રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
21 મે, 1991ના રોજ ભારતના સૌથી યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીની શ્રીપેરુમ્બુદુર, તમિલનાડુમાં લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LLTE) દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેઓ બીજા એવા ભારતીય વડાપ્રધાન બન્યા કે જેમણે સેવા દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો. તેમની માતા ઈન્દિરા ગાંધી કે જેઓ પહેલા પીએમ હતા તેમની પણ હત્યા કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર 1984ના રોજ તેમના અંગરક્ષકો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી