Site icon Revoi.in

રાજકોટ: શહેરમાં શરદી ઉધરસના 176 કેસની સાથે મચ્છરજન્ય રોગચાળાના કેસ વધ્યા

Social Share

રાજકોટ: શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી લોકોમાં તહેવાર અને લોકમેળાને લઈને ઉત્સાહનો માહોલ છે. મોટી સંખ્યામાં લોકો મેળામાં અને તહેવારમાં એકબીજાને મળી રહ્યા છે અને થોડીક બેદરકારીને કારણે મચ્છરજન્ય રોગચાળાના કેસ પણ વધી રહ્યા છે.

આ દિવસોમાં સામાન્ય વાત છે કે મોટી સંખ્યામાં ખાણીપીણીનો વેપાર ચાલ્યો છે અને કેટલાક સ્થળો પર ગંદકી તથા સાફ-સફાઈ ન થવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોઈ શકે અને તેના કારણે મચ્છરજન્ય રોગચાળાને કેસ વધ્યા હોઈ શકે.

જાણકારી અનુસાર પાછલા સાત દિવસમાં શહેરમાં રોગચાળાના કેસમાં વધારો થયો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં વધારો જોવા મળ્યો છે. ગત અઠવાડિયામાં નોંધાયેલ રોગચાળાના કેસની વાત કરીએ તો ડેન્ગ્યુના 8 કેસ , મેલેરિયાનો 1 કેસ , શરદી – ઉધરસના 176 કેસ,સામાન્ય તાવના 51 કેસ , ઝાડા – ઉલ્ટીના 48 કેસ સામે આવ્યા છે.

આવામાં વધતા રોગચાળાને લગતા કેસમાં લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે જે તે સ્થળો પર કે જ્યાં આજુ બાજુ ગટની લાઈન જતી હોય, અથવા કાદવ કીચડ હોય તેવા સ્થળો પર જમવાનું કે નાસ્તો કરવાનું ટાળવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી શરીરને ઢંકાયેલા રહે તેવા કપડા પણ પહેરવાનું રાખવું જોઈએ.