રાજકોટ : સાતમ-આઠમનો તહેવાર પૂર્ણ થતાં જ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો જયારે પામ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો
- આમ જનતાને વધુ એક મોંધવારીનો માર
- સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો
- પામ તેલના ભાવમાં થયો ઘટાડો
રાજકોટ:જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આ ભાવ વધારાને કારણે સામાન્ય માણસની પરીસ્થિત વધુ મુશ્કેલ બની છે.અને એમાં જનતાને વધુ એક મોંધવારીનો માર પડ્યો છે.સાતમ-આઠમનો તહેવાર પૂર્ણ થતાં જ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.ખાદ્યતેલની બજાર ખૂલતા જ સિંગતેલનો ડબ્બો 2800 થી 2850 રૂપિયાના ભાવે પહોંચ્યો છે. સિંગતેલના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
તો બીજી તરફ રાહતના પણ સમાચાર આવ્યા છે.પામ તેલના ભાવમાં તોતિંગ 165 નો ઘટાડો નોંધાયો છે.તહેવારમાં કમાઈ લેવા પામ તેલના ભાવ સટોડીયાઓએ ઘટવા ન દીધા.હવે તહેવારો બાદ પામતેલના ડબ્બાના ભાવમાં ઘટાડો થતા 1920 -1925 ના ભાવે પહોંચ્યું છે.
રજાના માહોલના કારણે સિંગતેલની મિલો બંધ હોવાના કારણે ભાવમાં વધારો હોવાનું વેપારી જણાવી રહ્યા છે. ત્યારે આગામી 15 દિવસથી 30 દિવસમાં નવી મગફળીની આવક શરૂ થતા સિંગતેલના ભાવમાં આગામી એક મહિના બાદ સારો એવો ઘટાડો જોવા મળી શકે છે.