Site icon Revoi.in

રાજકોટ: જૈનોના પવિત્ર પર્યુષણ પર્વને ધ્યાનમાં રાખીને 24થી 31 ઓગષ્ટ સુધી શહેરમાં નોન-વેજના વેચાણ પર પ્રતિબંધ

Social Share

રાજકોટ: શહેરમાં હવે થોડા દિવમાં જૈન લોકોનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. શાંતિપ્રિય તરીકે ઓળખાતા જૈન લોકોના તહેવારમાં તેમની આસ્થા અને શ્રધ્ધાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જાણકારી અનુસાર આગામી “ જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે તા. 24 ઓગષ્ટથી 31 ઓગષ્ટ એટલે કે આઠ દિવસ સુધી રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ , મટન , મચ્છી અને ચીનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-1949 અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોને કહેવા પ્રમાણે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા હંમેશા કોઈ પણ ધર્મના વ્યક્તિની લાગણી કે શ્રધ્ધાને ઠેસ ન પહોંચે તે માટે ધ્યાન રાખવામાં આવે છે અને તે મુજબ યોગ્ય પગલા પણ લેવામાં આવે છે.