- માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ધાણીની આવક શરૂ
- ધાણાની હરરાજીમાં 20 કિલોના 1901 ભાવ મળ્યા
- ધાણીની હરરાજીમાં 20 કિલોના 3121 ભાવ મળ્યા
રાજકોટ: સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ધાણીની આવક શરૂ થઈ ચૂકી છે.ધાણાનું હબ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ધાણા તેમજ ધાણીની આવકના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા.આજરોજ નવી ધાણીની 13 ગુણી તેમજ નવા ધાણાની 7 ગુણીની આવક થઈ હતી. ધાણાની હરરાજીમાં 20 કિલોના 1901 ભાવ મળ્યા હતા.
જ્યારે ધાણીની હરરાજીમાં 20 કિલોના 3121 ભાવ મળ્યા હતા. આગામી દિવસોમાં ધાણા તેમજ ધાણીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળશે તેવું યાર્ડના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું. જો કે આ વખતે વાતાવરણ યોગ્ય રહેતા પાક સારા પ્રમાણમાં થયો હોય તેવુ સામાન્ય ખેડૂતો કહી રહ્યા છે. ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં પાકનો ભાવ મળતા પણ તેઓમાં ખુશી જોવા મળી રહી છે.