રાજકોટ: લક્ષ્મીનગર અંડર બ્રિજનું થયું લોકાર્પણ, ટ્રાફિકની સમસ્યાથી સ્થાનિક લોકોને રાહત મળશે
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો બ્રિજ
- બ્રિજનું નામ CDS બિપિન રાવત નામ રાખવામાં આવ્યું
- શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત
રાજકોટ: CM ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં લક્ષ્મીનગર અંડરબ્રીજનું લોકાર્પણ કર્યું હતું.42 કરોડના ખર્ચે બનેલા બ્રીજનું મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું.આ બ્રિજનું નામ CDS બિપિન રાવત નામ રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે,બ્રિજ હેઠળથી રોજ 2 લાખ લોકો 50 હજારથી વધુ વાહનમાં પસાર થાય છે. દર વર્ષે પાણી ભરાવાને પગલે લોકોને ભારે હાલાકી પડે છે.અને ચોમાસાના 4 મહિના બ્રિજ બંધ જ રહેતો હતો.ત્યારે હવે નવીનીકરણથી વરસાદી પાણીનો તુરંત નિકાલ થશે તેમજ શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી પણ રાહત મળશે.
હયાત લક્ષ્મીનગર બ્રિજ ખુબ જ સાંકડો હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ખુબ જ રહેતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગ પાસે ડીપોઝીટ વર્કથી ચાર માર્ગીય રેલ્વે અન્ડર બ્રિજ બનાવવામાં આવેલ છે. આ બ્રિજની બંને બાજુ ૭.૫૦ મીટર પહોળાઈ તથા ૪.૫૦ મીટર ઊંચાઈ હોવાને કારણે સ્કૂલ બસ, ઔદ્યોગિક વિસ્તારના વાહનના આવન જાવન માટે સુગમ બનશે. આ ઉપરાંત રાહદારીઓ તથા સાઈકલ સવાર માટે અલગથી પાથ વે બનાવવામાં આવેલ છે. આ બ્રિજના કારણે શહેરના આશરે ૫ થી ૬ લાખ લોકોને ટ્રાફિકની રોજિંદી સમસ્યામાંથી મુક્તિ મળશે.