Site icon Revoi.in

રાજકોટમાં રેસકોર્સ પાસે જિલ્લા પંચાયતનું 36 કરોડના ખર્ચે અદ્યત્તન બિલ્ડિંગ બનાવાશે,

Social Share

રાજકોટઃ શહેરમાં સરદાર પટેલ જિલ્લા પંચાયત ભવનનું મકાન વર્ષો જુનું હોવાથી હવે શહેરનાં રેસકોર્સ પાસે રૂ.36 કરોડના ખર્ચે જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ કરાશે, જેના માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. જિલ્લા પંચાયતની નવી કચેરીમાં ભોયતળિયા ઉપરાંત ચાર માળની ઇમારત બનાવાશે. જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓની ચેમ્‍બર ઉપરાંત પંચાયત માટે 100 ‍સભ્યોની ક્ષમતાવાળુ સભાગૃહ અને 400થી વધુ માણસોની ક્ષમતાવાળુ બીજુ સભાગૃહ બનાવવામાં આવશે. લિફટ, સ્‍ટોરરૂમ, કેન્‍ટીન વગેરેની જોગવાઇ કરવામાં આવી છે. બાંધકામ શરૂ થયા બાદ એકથી દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

રાજકોટમાં જિલ્લા પંચાયતની હાલની કચેરીના પાછળના ભાગે નવી અદ્યતન કચેરી બનાવવા રાજય સરકારે મંજૂરી આપતા ‍પ્લાન સાથેનું ઓનલાઇન ટેન્‍ડર એક-બે દિવસમાં જ બહાર પડશે. ડી.ડી.ઓ. દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ નવી કચેરી નિર્માણ માટેની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે. બાંધકામ અને ફર્નીચર સહિતનું રૂ. 36 કરોડનું ટેન્‍ડર એક માસની મુદત સાથે પ્રસિદ્ધ થશે. જો ટેન્‍ડર પ્રક્રિયા સમયસર પૂર્ણ થઇ જાય તો વર્ષ 2024ના પ્રારંભે ખાતમર્હૂત કરી લોકસભાની ચૂંટણી પહેલા જ બાંધકામ શરૂ કરી દેવાની વહીવટી તંત્રની ગણતરી છે. જિલ્લા પંચાયતની નવી કચેરીમાં ભોયતળિયા ઉપરાંત ચાર માળની ઇમારત બનાવાશે. જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓની ચેમ્‍બર ઉપરાંત પંચાયત માટે 100 ‍સભ્યોની ક્ષમતાવાળુ સભાગૃહ અને 400થી વધુ માણસોની ક્ષમતાવાળુ બીજુ સભાગૃહ બનાવવામાં આવશે. લિફટ, સ્‍ટોરરૂમ, કેન્‍ટીન વગેરેની જોગવાઇ કરવામાં આવી છે. બાંધકામ શરૂ થયા બાદ એકથી દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયતની નવી કચેરી બનાવવા માટે હાલની આરોગ્‍ય શાખા તથા બાળ વિકાસ શાખાની કચેરીનું અન્‍યત્ર સ્‍થળાંતર કરી તે ઇમારત તોડી પાડવામાં આવશે. અમૂક વૃક્ષો કાપવા પડશે અને અમૂક મોટા વૃક્ષોનું થોડે દૂર સ્‍થળાંતર કરી રોપવામાં આવશે. નવી ઇમારત તૈયાર થઇ ગયા પછી હાલની કચેરી જમીનદોસ્‍ત કરીને ત્‍યાં પાર્કીંગ અને બગીચો બનાવવામાં આવશે.(પ્રતિકાત્મક તસવીર)