- RTO પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી આગ
- અફરાતફરીનો માહોલ સર્જાયો
- 3 ફાયરની ટીમ ઘટના સ્થળે
રાજકોટ: શહેરમાં એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં RTO કચેરી પાછળ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ ત્રણ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ગોડાઉનમાં લાગેલી આ આગ પર કાબુ મેળવ્યો હતો.
જો કે સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનીની જાણ થઈ નથી. લોકો દ્વારા સતર્કતા રાખવામાં આવતા લોકો મુશ્કેલીમાં પડતા પણ બચી ગયા હતા. હાલ આ ગોડાઉનમાં રહેલા માલના નુક્સાન વિશે પણ કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી પણ ટૂંક સમયમાં તે માહિતી સામે આવી શકે છે.
હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે આગ લાગવા પાછળનું કારણ શું હોઈ શકે, પરંતુ આગ લાગવાના સમયમે હાજર રહેલા વ્યક્તિઓના કહેવા અનુસાર તેઓ અનુમાન લગાવી રહ્યા છે કે શોટ-સર્કીટના કારણે આગ લાગી હોય શકે.