Site icon Revoi.in

રાજકોટ : નાની બાળાઓ દ્વારા ફૂલકાજળીના વ્રતની ઉજવણી કરાઈ

Social Share

રાજકોટ : અષાઢ અને શ્રાવણ માસ વ્રતો અને તહેવારો – ઉત્સવો લઈને આવતા માસ છે. ત્યારે રાજકોટ શહેરમાં બહેનો દ્વારા જયા પાર્વતીના વ્રત, માં એવરત-જીવરતના વ્રત, દશામાના વ્રત પછી આજે શ્રાવણ માસના ત્રીજા દિવસે નાની બાળાઓ દ્વારા ફૂલકાજળીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી.આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે.સારો ‘વર’મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે.

કુંવારિકાઓ વહેલી સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળાનાથના મંદિરે જાય છે અને પ્રથમ શિવ પાર્વતીની શ્રદ્ધાથી પૂજા કરે છે.અને ત્યારબાદ ફુલકાજળીની વાર્તા સાંભળે છે.વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે

રાજકોટ શહેરના અલગ-અલગ શિવાલયોમાં નાની બાળાઓ દ્વારા ભક્તિ ભાવપૂર્વક પૂજન અર્ચન કરીને ફુલકાજળીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી.ફૂલ કાજળીનું વ્રત એક દિવસનું હોય છે.નાની બાળાઓ રાત્રિના કેવડા સહિતના ફુલ સૂંઘીને રાત્રે જાગરણ કરે છે.