ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમની સ્થિતિ મજબુત, 322 રનની લીડ
અમદાવાદઃ રાજકોટના સ્ટેડિયમમાં રમાય રહેલી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ્રના ત્રીજા દિવસની રમતના અંતે ભારત મજબુત સ્થિતિમાં પહોચ્યું છે. ટીમ ઈન્ડિયાએ યશસ્વી જયસ્વાલની સદીની મદદથી 322 રનની લીટ હાંસલ કરી છે. 104 રન બનાવીને જયસ્વાલ રિટોયર્ડ હર્ટ થયાં હતા. ત્રીજા દિવસની રમતના અંતે ભારતે બે વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યાં છે. પ્રથમ ઇનિંગ્સમાં ઈગ્લેન્ડની ટીમ 319 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. જ્યારે બીજી ઈંનીગ્સની શરૂઆત પહેલા ભારતને 126 રનની લીડ મળી હતી. પ્રથમ ઇનિંગ્સમાં ભારતે 445 બનાવ્યાં હતા. હાલ શુભમન ગીલ અને કુલદીપ યાદવ બેટીંગ કરી રહ્યાં છે.
આજે ઇંગ્લેન્ડે બે વિકેટે 207 રનથી રમવાનું શરૂ કર્યું હતું અને 112 રનમાં બાકીની આઠ વિકેટ ગુમાવી દીધી હતી. જેક ક્રોલી (15) અને ઓલી પોપ (39) શુક્રવારે આઉટ થયા હતા. બુમરાહે શનિવારે વિકેટનું ખાતું ખોલાવ્યું અને તેણે જો રૂટને પેવેલિયન મોકલ્યો હતો. આ પછી બીજી જ ઓવરમાં કુલદીપ યાદવે જોની બેયરસ્ટોને LBW આઉટ કર્યો હતો. તે ખાતું ખોલાવી શક્યો ન હતો. આ દરમિયાન બેન ડકેટે તેના 150 રન પૂરા કર્યા હતા. જો કે આ પછી તે લાંબો સમય ટકી શક્યો ન હતો. તેણે 151 બોલમાં 23 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 153 રન બનાવ્યા હતા.
બેન સ્ટોક્સ અને બેન ફોક્સ શનિવારે લંચ સુધી અણનમ રહ્યા હતા. લંચમાંથી પાછા ફરતાની સાથે જ ઇંગ્લિશ ટીમને સતત બે બોલમાં બે આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 65મી ઓવરના છેલ્લા બોલ પર રવિન્દ્ર જાડેજાએ બેન સ્ટોક્સને જસપ્રિત બુમરાહના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે 41 રન બનાવી શક્યો હતો. આગામી ઓવરના પ્રથમ બોલ પર એટલે કે 66મી ઓવરમાં મોહમ્મદ સિરાજે બેન ફોક્સને રોહિતના હાથે કેચ આઉટ કરાવ્યો. ફોક્સ 13 રન બનાવીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડને 314ના સ્કોર પર વધુ બે ઝટકા લાગ્યા હતા.