રાજકોટ : ખોડલધામ પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાશે,ખોડલધામ કોર કમિટીમાં લેવાયો નિર્ણય
- ખોડલધામ પાટોત્સવને લાગ્યું કોરોનાનું ગ્રહણ
- ખોડલધામ પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાશે
- 20 લાખ લોકોને એકઠા કરવાનો કાર્યક્રમ રદ
રાજકોટ: લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે. આથી ખોડલધામમાં 21મી જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હાલ કોરોનાની સ્થિતિ વણસી હોવાથી પાટોત્સવ વર્ચ્યુઅલ યોજવાનો ખોડલધામ કોર કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આવતીકાલે ટ્રસ્ટીઓની બેઠક બોલાવી છે. પહેલા પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની વાત હતી પરંતુ કોરોનાની સ્થિતિ જોતા જનમેદની એકઠી કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. ખોડલધામ કોર કમિટીએ પાટોત્સવના આયોજનને લઇને આ નિર્ણય લીધો છે.
આ પાટોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા. કોરોનાની નવી ગાઈડલાઈનના કારણે વર્ચ્યુઅલ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.