રાજકોટ: લક્ષ્મીનગર અન્ડરબ્રિજ 26મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાશે
- રાજકોટવાસીઓ માટે સારા સમાચાર
- લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું આવ્યું મહુર્ત
- 26મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે અન્ડરબ્રિજ મુકાશે ખુલ્લો
રાજકોટ: શહેરમાં છેલ્લા કેટલાક મહિનાથી લક્ષ્મીનગર અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું હતુ. આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધારે રહેતી હોવાથી તંત્ર દ્વારા અહિંયા બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે બ્રિજ કંસ્ટ્રક્શનનું કામ ચાલતું હોવાથી પણ તે વિસ્તારમાં ટ્રાફિક તો રહેતો જ હતો, પણ હવે લોકોને રાહત મળે તેવા સમાચાર આવ્યા છે.
જાણકારી અનુસાર લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું મહુર્ત આવી ગયું છે. આ અન્ડરબ્રિજને 26મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. રાજકોટમાં રોજ લક્ષ્મીનગર અન્ડરબ્રિજમાંથી લાખો લોકો પસાર થાય છે અને આ લક્ષ્મીનગર બ્રિજનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ચાલતું હતું.
ઉલ્લેખનીય છે કે દરવર્ષે રાજકોટમાં વરસાદ દરમિયાન લક્ષ્મીનગર અન્ડરબ્રિજમાં પાણી ભરાતું હતું. પણ હવે વિશાળ અન્ડરબ્રિજનું 90 ટકા કામ પૂર્ણ થયું છે