Site icon Revoi.in

રાજકોટ : લીંબુ થયા પેટ્રોલ કરતા મોંઘા,લીંબુનો ભાવ 100 ને પાર પહોંચ્યો

Social Share

રાજકોટ:મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. રાજકોટમાં લીંબુ પેટ્રોલ કરતા પણ વધુ મોંઘા થયા છે.હાલ એક કિલો લીંબુનો ભાવ રૂ. 100 ને પાર પહોંચ્યો છે.હાલ લીંબુના ભાવ 100 થી લઈને 120 રૂપિયા કિલો થયો છે.

ચોમાસા પહેલા 40 થી 50 રૂપિયા કિલો લીંબુ મળતા હતા.લીંબુના ભાવમાં 50 થી 60 ટકાનો વધારો થયો છે.આ ભાવ વધારવાના પાછળના કારણોમાં લીંબુની આવકમાં થયેલો ઘટાડો જવાબદાર છે.લીંબુની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે.

પહેલા રાજ્કોટમાં 450 થી 500 મણ લીંબુ આવતા હતા. હાલ 200 થી લઈને 250 મણ સુધી લીંબુની બજારમાં આવક થઈ રહી છે.લીંબુ ઉપરાંત મેથી અને કોથમરીમાં પણ 40 થી 50 ટકાનો ભાવ વધારો થયો છે .હાલ મેથી એક પુરિયાનો ભાવ 730 થયો પહેલા 10 થી 15 રૂપિયાનું એક પૂર્યું મળતું હતું.અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે.

છેલ્લા થોડા દિવસથી પડી રહેલા વરસાદના કારણે ખેતરમાં રહેલા શાકભાજીનો ફાલ ખરી જાય છે જેના કારણે બજારમાં શાકભાજી પ્રમાણમાં ઘણું ઓછું આવે છે આ જ કારણથી લીંબુ સહિત અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાયો છે.