- લોકમેળો આગામી તા. 17 ઓગસ્ટથી યોજાશે
- લોકમેળાના ફોર્મ વિતરણ સમય મર્યાદામાં બે દિવસનો વધારો
- તા. 19 જુલાઈ સુધી ફોર્મ આપી શકાશે
રાજકોટ:કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી બંધ રહેલ સાતમ-આઠમનો મેળો આ વર્ષે યોજાનાર છે.રાજકોટના રેસકોર્ષ ખાતે જન્માષ્ટમીનો પ્રખ્યાત લોકમેળો આગામી તા. 17 ઓગસ્ટથી યોજાનાર છે.જેમાં સ્ટોલ તેમજ ફજર ફાળકા માટે ઇચ્છુક અરજદારો માટે ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
લોક મેળામાં ફોર્મ વિતરણ તેમજ સ્વીકાર માટે તા. 11 જુલાઈ થી તા. 16 જુલાઈ સુધીની મુદત હતી.જેમાં બહારગામના અરજદારો ફોર્મ જમા કરાવવાથી વંચિત રહી જવા પામેલ હોઈ હવે ફોર્મ વિતરણ તેમજ સ્વીકાર તા.19 જુલાઈ સુધી કરવામાં આવશે.
ઇચ્છુક ધારકે ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે રાજકોટ ખાતે ફોર્મ વિતરણ તેમજ સ્વીકારવામાં આવશે, જયારે નાયબ કલેકટર કચેરી, રાજકોટ શહેર -1 જૂની કલેકટર કચેરી ખાતે લોકમેળાનું ફોર્મ વિતરણ કરવામાં આવશે જેની અરજદારોએ નોંધ લેવા લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર, રાજકોટની યાદીમાં જણાવાયું છે.