Site icon Revoi.in

રાજકોટના લોકમેળાને આ નામ અપાયું,રાઇડ્સના ભાવમાં પણ કરાયો વધારો

Social Share

રાજકોટ : જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આ વર્ષે 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.  જન્માષ્ટમી નિમિત્તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાય છે. આ વર્ષે આ લોકમેળો 5થી 9 નવેમ્બર સુધી યોજાશે.ત્યારે આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા લોકમેળાને નામ આપવામાં આવ્યું છે. આ લોકમેળાનું નામ રસરંગ રાખવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં મેળા સમિતીની બેઠક મળી હતી. જેમાં મેળાના નામ માટે આવેલા 265 નામો પૈકી રસરંગ નામ આપવામાં આવ્યું છે. વહિવટી તંત્રએ રાજકોટના વિપુલભાઇ નામના નાગરિકે મોકલેલા નામને પસંદ કર્યું હતું.ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ નાગરિકનું સન્માન કરવામાં આવશે.

જન્માષ્ટમીના લોકમેળાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસુ સારું જાય અને સારું વર્ષ થાય એટલે ગ્રામ્ય વિસ્તારના લોકો સૌથી વધુ મેળામાં આવે છે.

આ સાથે જિલ્લા કલેક્ટર દ્વારા રાઇડ્સના ભાવમાં 10 રૂપિયાનો વધારો મંજૂર કરાયો છે. જે રાઇડ્સના 20 રૂપિયા વસૂલવામાં આવતા હતા તે રાઇડ્સના 30 રૂપિયા અને 30 રૂપિયા જે રાઇડ્સના નક્કી કરવામાં આવ્યા હતા તેના 40 રૂપિયા વસૂલવામાં આવશે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લોકમેળાને લઇને ખાસ નકશો પણ તૈયાર કરવામાં આવ્યો છે.

નાના સ્ટોલથી લઇને ખાણીપીણી, રાઇડ્સ, રમકડાંના સ્ટોલ મળીને કુલ 355 પ્લોટ્સ રાખવામાં આવ્યા છે. દર વર્ષ કરતા આ વર્ષે પ્લોટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાજકોટના લોકમેળાના પ્લોટ માટેના ફોર્મની કિંમત 200 રૂપિયા રાખવામાં આવી છે.