રાજકોટનો લોકમેળો:સોમવારથી સ્ટોલ માટે ફોર્મ વિતરણ શરુ થશે
રાજકોટ: કોરોનાના બે વર્ષ બાદ સૌરાષ્ટ્રનો પ્રખ્યાત રાજકોટનો લોકમેળો તારીખ 17 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ સુધી યોજાશે,જેમાં કલેકટરની સૂચના બાદ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાય છે.
સોમવારથી બે સ્થળે સ્ટોલ માટેના ફોર્મ નો વિતરણ શરૂ થશે.આ વખતે લોકમેળામાં મુખ્ય સ્ટેજ રેસકોસ રીંગરોડના દરવાજા નજીક રહેશે તેમ જ ચાર દરવાજા ખાતેથી લોકોને એન્ટ્રી મળશે ખાનગી સિક્યુરિટી નો 100 લોકોનો સ્ટાફ અલગથી રહેશે,તો મેળાની અંદર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે.
સુરક્ષાની દ્રષ્ટિએ દસ વોચ ટાવર અને લાઈટ અને સાઉન્ડના 20 ટાવર અલગથી ઊભા કરાશે રામ ધ ક્લોક સફાઈ કામદાર પીવાનું પાણી અને મોબાઈલ ટોયલેટ રાખવામાં આવશે.કોઈપણ ડિઝાસ્ટર કે ભારે વરસાદ સંદર્ભે લોકમેળાનો ચાર કરોડનો વીમો લેવાયો છે ઉપરાંત કલેકટર તંત્ર મ્યુનિસિપલ કમિશનર પોલીસ તંત્ર આરોગ્ય તંત્ર મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ અને 108 ની સેવા પણ ખાસ પાંચ દિવસ તેના રહેશે