Site icon Revoi.in

રાજકોટ મનપાની ચૂંટણી: કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા સહીતના લોકો કોરોનાની ગાઇડલાઇન મુજબ મતદાન કરશે

Social Share

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી 21 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલના રોજ યોજાનારી છે.ત્યારે રાજ્યના લાખો મતદારો મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરશે.

કર્ણાટકના રાજ્યપાલ અને રાજકોટના વતની વજુભાઈ વાળા આવતીકાલે રાજકોટમાં કોટેચા સ્કૂલની સામે હરિહર સોસાયટીના મતદાન મથકમાં મતદાન કરવા માટે આવશે. અને બપોરે 02:00 મતદાન કરશે.

આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે પીપીઇ કીટ પહેરીને મતદાન કરશે.છેલ્લા કેટલાક સમયથી સીએમ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ ખાતે કોરોના સામે જંગ લડી રહ્યા છે.જો કે, સીએમની તબિયત સ્થિર હોવાથી તેઓ રાજકોટ આવી મતદાન કરશે.મુખ્યમંત્રી રાજકોટના વોર્ડ નંબર 10 ના મતદાર છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના દર્દીઓ માટે મતદાનનો સમય સાંજે 5 થી 6 વાગ્યાનો છે.

આ સાથે રાજકોટમાં રહેતા જાણીતા લોકસાહિત્યકાર કીર્તિદાન ગઢવી, હાસ્યકાર સાઇરામ દવે, ભજનિક હેમંત ચૌહાણ તેમજ મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન રૂપાણી પણ આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરશે.

-દેવાંશી