1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટઃ આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી પહોંચાડવા જાન્યુઆરીમાં રજૂઆત કરાશે
રાજકોટઃ આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી પહોંચાડવા જાન્યુઆરીમાં રજૂઆત કરાશે

રાજકોટઃ આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી પહોંચાડવા જાન્યુઆરીમાં રજૂઆત કરાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં મેઘરાજા મનમુકીને વરસ્યા હોવાથી જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી. જેથી ઉનાળામાં ગરમીના આકરા દિવસોમાં પાણીની સમસ્યાનું સંકટ દૂર થયું છે. રાજકોટની જનતાને પીવાનું પાણી પુરુ પાડતા આજી અને ન્યારીમાં પણ વિપુલ પાણીની આવક થઈ હતી. આજીમાં તા. 15મી માર્ચ સુધી અને ન્યારીમાં મે મહિના સુધી એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેથી જ્યારે પાણીની જરૂરિયાત ઉભી થશે ત્યારે કેનાલ મારફતે નર્મદાનું પાણી બંને ડેમમાં ઠલવવામાં આવશે. જાન્યુઆરી માસના પ્રથમ પખવાડિયામાં રાજ્ય સરકારને આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવવા માટે પત્ર લખવામાં આવશે. આજી ડેમમાં 600 એમસીએફટી અને ન્યારીમાં 300 એમસીએફટી સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ઠાલવવા માટેની માંગણી કરવામાં આવશે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સુત્રોના જણાવ્યા અનુસાર આજી ડેમમાં હાલ 624 એમસીએફટી પાણી સંગ્રહીત છે. દૈનિક વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે ડેમમાંથી રોજ 5 એમસીએફટી પાણીનો ઉપાડવા કરવામાં આવે છે. બાષ્પીભવન અને ડેટ વોટરનું 150 એમસીએફટી બાદ કરી દેવામાં આવે તો હાલ રાજકોટને 15મી માર્ચ સુધી ચાલે તેટલું પાણી આજી ડેમમાં સંગ્રહીત છે. જ્યારે ન્યુ રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા ન્યારી-1 ડેમમાં હાલ 1084 એમસીએફટી જળ જથ્થો સંગ્રહીત છે. દૈનિક વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે ડેમમાંથી રોજ સાડા ચારથી પાંચ એમસીએફટી પાણીનો ઉપાડ કરવામાં આવે છે. ન્યારી ડેમ મે મહિનાના અંત સુધી સાથ આપશે. બે પૈકી એક પણ જળાશયમાં ચોમાસા સુધી ચાલે તેટલું પાણી સંગ્રહીત ન હોવાના કારણે રાજકોટ વાસીઓને ચોમાસા સુધી નળ વાટે નિયમીત 20 મીનીટ પાણી પુરૂ પાડી શકાય તે માટે મહાપાલિકા દ્વારા આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે. ડીસેમ્બર માસ પૂર્ણ થયા બાદ જૂન અંત સુધી પાણીનું વ્યવસ્થાપન ગોઠવવામાં આવશે. જે અંતર્ગત આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત 600 એમસીએફટી નર્મદાનું નીર ઠાલવવા માટેની અને ન્યારી ડેમમાં 300 થી 350 એમસીએફટી નર્મદાના નીર ઠાલવવા માટેની માંગણી કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code