- રાજકોટ રસરંગ લોકમેળાનો આજે પાંચમો દિવસ
- ચાર દિવસમાં કુલ 7 લાખથી વધુ લોકોએ મેળાની માણી મજા
- હજુ બે દિવસ એટલે કે આજ અને આવતીકાલ સુધી ચાલશે મેળો
- બે દિવસમાં 4 લાખ જેટલા લોકો મેળાની લઇ શકે છે મુલાકાત
- ગઇકાલે પણ 2 લાખથી વધુ લોકોએ માણી હતી મેળાની મજા
રાજકોટ: હાલ જન્માષ્ટમીનો પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં હાલ રસરંગ મેળો ચાલી રહ્યો છે, આજે તેનો પાંચમો દિવસ છે. જાણકારી અનુસાર આ મેળામાં ચાર દિવસમાં સાત લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. અને હજુ પણ આગામી બે દિવસ મેળો ચાલશે.
જાણકારી અનુસાર હજુ પણ શનિવાર અને રવિવારના દિવસે ચાર લાખથી વધારે લોકો મુલાકાત લોકો લઈ શકે છે અને ગઈ કાલે પણ બે લાખથી વધારે લોકોએ મેળાની મજા માણી હતી.
બીજી તરફ, જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ લોકોની લાગણીને માન આપીને મેળાની મુદતમાં એક દિવસનો વધારો જાહેર કર્યો છે. તો બીજી બાજુ આજે મેળામાં આગ લાગવાની ઘટના પણ બની હતી. પોપકોર્ન મશીનમાં શોર્ટસર્કિટથી એકાએક આગ ભભૂકતાં મેળામાં ભાગાદોડ મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ. મેળાના સુરક્ષાકર્મીઓ આગ ઠારી હતી.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લોક મેળો યોજાયો છે. આ મેળાને આ વખતે રસ રંગ લોક મેળો નામ આપવામાં આવ્યું છે. આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે 355 સ્ટોલ અને પ્લોટ રાખવામાં આવ્યા છે. રમકડાના 178 સ્ટોલ, ખાણીપીણીના 14 સ્ટોલ, મધ્યમ ચકરડીના 4 પ્લોટ, નાની ચકરડીના 48 સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. રાઈડ ઉપરાંત ખાણીપીણીના 37 સ્ટોલ, યાંત્રિકના 44 સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. આઈસ્ક્રીમના 16 પ્લોટ, ફૂટ કોર્ટના 3 પ્લોટ, 1 ટી કોર્નર પ્લોટ હરરાજીથી ફાળવવામાં આવ્યા છે.