Site icon Revoi.in

રાજકોટ :PGVCL દ્વારા એક જ મહિનામાં 2501 કરોડની આવક મેળવી રેકોર્ડબ્રેક કલેક્શન કરવામાં આવ્યું

Social Share

રાજકોટ:રાજકોટની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એક જ મહિનામાં 2501 કરોડનું કલેક્શન કરવામાં આવ્યું છે.PGVCL દ્વારા નાણાંકીય વર્ષ 2021-22માં ફક્ત માર્ચ  મહિનામાં જ કરોડની આવક મેળવી રેકોર્ડબ્રેક કલેક્શન કરવામાં આવ્યું હતું.આમ,કુલ 19321.12 કરોડની આવક કરવામાં આવી હતી.કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓની ઉત્કૃસ્ટ કામગીરી દ્વારા કરોડનું કલેક્શન મેળવવામાં આવ્યું હતું.

માર્ચ મહિનામાં PGVCLને આપવામાં આવેલ રૂ.2185 કરોડના ટાર્ગેટ સામે સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.દરેક કચેરીઓમાં સવાર થી મોડી રાત્રી સુધી કેશબારીઓ ખુલ્લી રાખી કેશ કલેક્શનની કામગીરી કરવામાં આવી,જેમાં કુલ રૂ.2501 કરોડની રેકોર્ડબ્રેક આવક કરવામાં આવી હતી.આમ માર્ચ માસમાં ટાર્ગેટ કરતા પણ 14.46% વધુ કલેક્શન કરવામાં આવ્યું હતું.

વીજ ગ્રાહકોને વીજ બિલ ભરપાઇ કરવામાં વધુ સારી સુવિધા મળી રહે તે માટે QR કોડ સાથેના વીજબિલ આપવાની આજથી રાજકોટમાં શરૂઆત કરવામાં આવી છે. PGVCL દ્વારા ગુજરાત સરકારના ગુડ ગર્વન્સના ભાગરૂપે આ શરૂઆત કરવામાં આવી છે,જેમાં ગ્રાહક દ્વારા કોડ સ્કેન કરી પોતાનો નંબર અને જરૂરી વિગત ભરવાથી સરળતાપૂર્વક ગણતરીની મિનીટમાં વીજબિલ ભરી શકાશે.