- માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક
- 85000 કટા જેટલી ડુંગળીની આવક થઈ
- વાહનોની લાંબી કતાર પણ જોવા મળી
રાજકોટ: ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે.85000 કટા જેટલી ડુંગળીની આવક થઈ છે.રોડની બંને બાજુ વાહનોની લાંબી કતાર પણ જોવા મળી હતી. સામાન્ય દિવસોમાં 25000 કટા જેટલી ડુંગળીની આવક થાય છે.ત્યારે રવિવારની રજા હોવાથી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે.
જો કે આ વખતે વાતાવરણ યોગ્ય રહેતા ખેડૂતોને ફાયદો થયો છે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ખેડૂતોને યોગ્ય કરતા વધારે ભાવ મળે તેવી પણ સંભાવનાઓ હાલ જોવા મળી રહી છે. જો કે ડુંગળીનો પાક ખુબ મહેનત પછી ઉગતો હોય છે. ખેડૂતો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવે ત્યારે પાક થતો હોય છે.
હાલ ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આગામી સીઝનમાં પણ તેમને યોગ્ય વાતાવરણ મળે અને તેમના પાક ફરીવાર યોગ્ય પ્રમાણમાં થાય.