Site icon Revoi.in

રાજકોટ:પોલીસ હવે માત્ર મેમો આપી શકશે-સ્‍થળ ઉપર વસુલાત કરી શકશે નહીં

Social Share

રાજકોટ :ઇ-મેમોની પેન્‍ડીંગ ઉઘરાણીની રકમ વસુલવાની પોલીસની જોહુકમી ઉપર કોર્ટ દ્વારા લગામ લગાવવામાં આવી છે. જેથી,પોલીસ હવે માત્ર મેમો આપી શકશે સ્‍થળ ઉપર વસુલાત કરી શકશે નહિ. તેમજ મેમો આપ્‍યા પછી છ માસમાં એન.સી. કેસ દાખલ નહિ થાય તો મેમો રદ્દ ગણાશે.

છેલ્લા ઘણા સમયથી રાજકોટ અને ગુજરાતના રાજમાર્ગો પર સી.સી.ટી.વી. કેમેરાઓ લગાડવામાં આવ્યા છે.તે કેમેરાઓનો ઉપયોગ વાહનચાલકો-પ્રજાજનો વિરુધ્‍ધ કરવામાં આવી રહેલ છે.ખરી હકીકતે સી.સી.ટી.વી કેમેરાઓ નાખવાનો ઉદેશ લોકોના જાન-માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃતીઓ, દબાણો અટકાવવા માટે હતો પરંતુ આ સી.સી.ટી.વી. કેમેરાઓનો ઉપયોગ ગરીબ તથા મધ્‍યમ વર્ગના લોકોને હેરાન પરેશાન કરી અને ખુબજ મોટા સમાધાન શુલ્‍કના નામે મેમો આપીને ટ્રાફીક પોલીસ ડીપાર્ટમેન્‍ટ દ્વારા બંધારણીય અધીકારોનો ભંગ થાય તેવી અન્‍યાયી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. ત્યારે પ્રજાહિતમાં રાજકોટના યુવા લોયર્સની ટીમનો કાનુની જંગમાં ભવ્‍ય વિજય થયો છે.