Site icon Revoi.in

રાજકોટ-પોરબંદર, જબલપુર ટ્રેનને ભક્તિનગર સ્ટેશન પર સ્ટોપેજ અપાયું

Social Share

રાજકોટઃ પોરબંદર, સોમનાથ- જબલપુર ટ્રેનને ભક્તિનગર સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવશે. જે અતંગર્ત 09573 રાજકોટ- પોરબંદર સ્પેશિયલ ટ્રેન ભક્તિનગર સ્ટેશને સવારે 7.07 કલાકે આવશે અને અને 7.08 કલાકે ત્યાંથી પ્રસ્થાન કરશે. તેવી જ રીતે 09574 પોરબંદર- રાજકોટ ટ્રેન ભક્તિનગર સ્ટેશને સાંજે 6.15 કલાકે આવશે અને અને 6.16 કલાકે ત્યાંથી ઉપડશે. જ્યારે સોમનાથ-જબલપુર ટ્રેન બપોરે 1.35 કલાકે ભક્તિનગર સ્ટેશન ખાતે આવશે અને 1.36 કલાકે પ્રસ્થાન કરશે. જ્યારે જબલપુર- સોમનાથ ટ્રેન બપોરે 1.30 કલાકે સ્ટેશન પર આવશે અને 1.32 કલાકે ઉપડી જશે.

પશ્વિમ રેવલેના સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ રેલવેની રામેશ્વરમ રૂટની ટ્રેન ચાલવાને કારણે રાજકોટ મંડળથી જતી બે ટ્રેન પ્રભાવિત થશે. જેને કારણે 6 જુલાઇના રોજ ઓખા-રામેશ્વરમ ટ્રેનના રૂટમાં બદલાવ આવશે. 6 જુલાઈના રોજ ઓખાથી ઉપડતી ઓખા -રામેશ્વરમ જતી ટ્રેન રામેશ્વરના બદલે રામનાથપુરમ સુધી જશે. તેવી જ રીતે 9 જુલાઇના રોજ 06733 રામેશ્વરમ -ઓખા સ્પેશિયલ ટ્રેન રામેશ્વરના બદલે મંડપમથી ઉપડશે અને ઓખા સુધી આવશે. કારોનાના કેસમાં ઘટાડો થતાં હવે મુસાફરોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અને મોટાભાગની ટ્રેનો રાબેતા મુજબ દોડાવવામાં આવી રહી છે.