Site icon Revoi.in

રાજકોટ-પોરબંદર ટ્રેનના સમયમાં ફેરફાર, હવે 8મી મેથી અડધો કલાક વહેલી ઉપડશે

Social Share

રાજકોટઃ પશ્વિમ રેલવેમાં ઉનાળું વેકેશનના ટ્રાફિકને લીધે મોટાભાગની ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. દરમિયાન પ્રવાસીઓની માગણી મુજબ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટ-પોરબંદર વચ્ચે દોડતી ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં 8મી મે, 2023 થી આ ટ્રેન રાજકોટ સ્ટેશન થી 30 મિનિટ વહેલા ઉપડશે એટલે કે તેના હાલના 15.15 કલાકના સમયને બદલે 14.45 કલાકે ઉપડશે અને પોરબંદર સ્ટેશને 19.10 કલાકે પહોંચશે.

 પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ વેકેશનનાં સમયને લઈને ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધી રહી છે. જેને લઈને રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે મહત્વના નિર્ણયો કરાયા છે. જેમાં રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે. તેમજ આગામી તા. 8મે થી રાજકોટ-પોરબંદર સ્પેશિયલ ટ્રેનનો સમય બદલાશે. પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનનાં સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાનાં જણાવ્યા મુજબ મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. જે અનુસાર ટ્રેન નંબર વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસમાં વેરાવળથી 01.05.2023 થી 31.05.2023 સુધી અને અમદાવાદથી 07.05.2023 થી 06.06.2023 સુધી એક વધારાનો સેકન્ડ સ્લીપર કોચ લાગશે.જયારેટ્રેન નંબર 19319/19320 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસમાં વેરાવળ થી 03.05.2023 થી 31.05.2023 સુધી અને ઇન્દોરથી 02.05.2023 થી 30.05.2023 સુધી એક વધારાનો સેકન્ડ સ્લીપર કોચ લાગશે.

આ ઉપરાંત પશ્ચિમ રેલવેએ રાજકોટ અને પોરબંદર વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ (મંગળવાર સિવાય) દોડનારી ટ્રેન નંબર 09595 રાજકોટ-પોરબંદર સ્પેશિયલના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. 8મી મે, 2023 થી આ ટ્રેન રાજકોટ સ્ટેશન થી 30 મિનિટ વહેલા ઉપડશે એટલે કે તેના હાલના 15.15 કલાકના સમયને બદલે 14.45 કલાકે ઉપડશે અને પોરબંદર સ્ટેશને 19.10 કલાકે પહોંચશે. જોકે ટ્રેન નંબર 09596 પોરબંદર-રાજકોટ સ્પેશિયલ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટ્રેનના સમય, સ્ટોપેજ તેમજ કમ્પોઝિશન વિશેની વધુ માહિતી માટે www.enquiry.indianrail.gov.in વેબસાઈટની મુલાકાત લેવા જણાવાયું છે.