- હડતાળનો આજે બીજો દિવસ
- બેંક અને પોસ્ટઓફિસના કર્મીઓ દ્વારા ઉગ્ર દેખાવ
- મોટાભાગની બેંકોમાં વ્યવહાર ઠપ્પ
રાજકોટ:બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક યુનિયનોએ 28 અને 29 માર્ચે બે દિવસની હડતાળની જાહેરાત કરી હતી,ત્યારે આજે હડતાળનો બીજો દિવસ છે. જેના ભાગરૂપે રાજકોટમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકો અને પોસ્ટ ઓફીસના કર્મચારીઓ દ્વારા ઉગ્ર દેખાવ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં બેંક તેમજ પોસ્ટ ઓફીસ બહાર બેંક કર્મચારીએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.આમ,મોટાભાગના વ્યહારો ઠપ્પ થયા હતા.
બેંક અને પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા સતત બીજા દિવસે 22 જેટલી માંગોને લઈને હડતાળ કરવામાં આવી રહી છે. જેમાં કર્મચારીઓએ વિવિધ બેનરો સાથે સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા
ઉલ્લેખનીય છે કે,હડતાળના પહેલા દિવસે રાજકોટનાં જયુબેલી નજીક 500 જેટલા બેંક કર્મચારીઓ એકઠા થઇ અને શરીર પર અલગ-અલગ બેનરો લગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ અલગ-અલગ 22 માંગણીઓને લઇને એનપીએસ બંધ કરો તેમજ મોંઘવારી સાથેની જૂની પેન્શન યોજના ફરી શરૂ કરો સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા.