Site icon Revoi.in

રાજકોટ રેલવે ડિવિઝન 15 સ્ટેશનો પર સ્ટોલ ઊભા કરી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે

Social Share

રાજકોટઃ રેલવે ડિવિઝન દ્વારા 15 સ્ટેશનો પર સ્ટોલ ઊભા કરીને સ્થાનિર રોજગારીને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે વન સ્ટેશન વન પ્રોડકટ્સ યોજના હેઠળ રાજકોટ સ્ટેશન પર ટેરાકોટા માટીના વાસણોના સ્ટોલ 8 મે, 2022 સુધીમાં શરૂ કરાશે. હવે રેલવે બોર્ડ તરફથી મળેલી સૂચના મુજબ, આ યોજના ડિવિઝનના અન્ય સ્ટેશનો પર પણ લંબાવવામાં આવી રહી છે જેના લીધે નાના ઉદ્યોગકારોને તેમના વેપાર વધારવાની સોનેરી તક મળશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમના જણાવ્યા મુજબ રાજકોટ રેલવે ડિવિઝનના 15 સ્ટેશનો પર આવા સ્ટોલ ઊભા કરવામાં આવશે. જેમાં રાજકોટ, ભક્તિનગર, મોરબી, થાન, સુરેન્દ્રનગર, વાંકાનેર, જામનગર, હાપા, દ્વારકા, ઓખા, ખંભાળિયા, ભાટિયા, મીઠાપુર, પડધરી અને કાનાલુસનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે, ઉત્પાદક, ડેવલપમેંટ કમિશનર રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા ઓળખ કાર્ડ, ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રજિસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થા અથવા ભારત સરકાર રજિસ્ટર્ડ/નોંધાયેલા આદિવાસી કારીગરો /વીવર્સ વગેરે અરજી કરી શકે છે.

રેલવેના સૂત્રોએ ઉમેર્યું હતું કે, વધુ માહિતી માટે ડિવિઝનલ રેલવે મેનેજર, કોમર્સ વિભાગ, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટની ઓફિસમાં ડિવિઝનલ કેટરિંગ ઈન્સ્પેક્ટર વિશાલ ભટ્ટનો સવારે 10.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી સંપર્ક કરી શકાય છે. પવન સ્ટેશન વન પ્રોડકટ યોજના હેઠળ સ્ટોલ માટેની અરજીઓ 02.05.2022 સુધી સ્વીકારવામાં આવશે. રાજકોટ ડિવિઝન હેઠળના 15 સ્ટેશનો પર સ્ટોલ ઊભા કરવાની મંજુરી આપવામાં આવશે. આ યોજનાનો હેતુ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવાનો છે.