રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું, સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો
- રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ઠંડી એ ઉચક્યું માથું
- ભારે ઠંડીના કારણે બજારો સુમસાન
- ગુરુવારથી ઠંડી ઓછી થશે
રાજકોટ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર મજબૂત બનતા સતત બે દિવસ સુધી રાજકોટમાં ઠંડો પવન ફૂંકાયો હતો. ત્યારબાદ હિમવર્ષા થતા સોમવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લઘુતમ તાપમાનનો પારો નીચે જતા રાજકોટમાં 11 ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યાનુસાર રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ શીતલહેર રહેશે. ગુરુવારથી ઠંડી ઓછી થશે. 29 જાન્યુઆરી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે પરંતુ તેની અસર સૌરાષ્ટ્રમાં કે રાજકોટમાં જોવા મળશે નહી.
રાજકોટ શહેરમાં પણ ઠંડીનું જોર વધતા સાંજના સમયે બજારો પણ સુમસાન છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શીતલહેરને કારણે રાજકોટમાં હજુ એક બે ડિગ્રી તાપમાન નીચું જવાની સંભાવના છે. નોંધનીય છે કે, 13 જાન્યુઆરીના રોજ રાજકોટમાં અત્યાર સુધીની સિઝનનું સૌથી નીચું તાપમાન 8.5 ડિગ્રી રહ્યું હતું.