રાજકોટ: નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યાની જગ્યાએ કેતન ઠક્કરે ચાર્જ સંભાળ્યો
- રાજકોટમાં નિવાસી અધિક કલેક્ટર આવ્યા
- હવેથી કેતન ઠક્કર નિવાસી અધિક કલેક્ટર
- પરિમલ પંડ્યાની જગ્યાએ કરશે કામ
રાજકોટ: શહેરમાં નિવાસી અધિક કલેક્ટર તરીકે કેતન ઠક્કરે ચાર્જ સંભાળી લીધો છે. કેતન ઠક્કર પહેલા આ જવાબદારી પરિમલ પંડયા નિભાવી રહ્યા હતા, પરંતુ તેમની બદલી અમદાવાદ ખાતે તથા હવે તે જવાબદારી કેતન ઠક્કરને આપવામાં આવી છે. આજે તેઓએ આ જવાબદારીને પોતાના હાથમાં લીધી છે.
જો વાત કરવામાં આવે કેતન ઠક્કરની તો તેઓ વર્ષ 1998ની બેચના જી.એ.એસ. અધિકારી છે. તેઓનું પ્રથમ પોસ્ટીંગ જુનાગઢ ખાતે થયું હતું. ઠકકરે અગાઉ જુનાગઢ, જામનગર, રાજકોટ અને ત્યાર બાદ છેલ્લે અમદાવાદ મહાનગર પાલિકામાં ડે. કમિશનર તરીકે સેવાઓ આપેલી છે.
કેતન ઠકકરે આજે શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યું હતું કે કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જન સેવાઓ વધું વેગવંતી બને અને સુચારૂ વ્યવસ્થાઓ જળવાય રહે તેમજ રાજ્ય સરકારના ઉદેશો સિધ્ધ થાય તેવા પ્રયાસો કરાશે.