રાજકોટ: જ્યારે પણ રાજ્યમાં કે દેશમાં તહેવારનો માહોલ આવે છે તે પહેલા કોઈને કોઈ વસ્તુમાં ભાવ વધારો જોવા મળતો જ હોય છે. આવામાં રાજકોટથી જાણકારી મળી રહી છે કે શહેરમાં સિંગતેલના ભાવમાં ઉછાળો થયો છે અને કિંમતમાં 40 રુપિયાનો વધારો થયો છે.
વધુ જાણકારી અનુસાર ખરીદી સમયે જ માલનો નિકાલ કરવાનું બંધ થતા કૃત્રિમ તેજીથી ભાવમાં ઉછાળો આવ્યો હોવાની શક્યતા આંકવામાં આવી રહી છે. હાલ સિંગતેલનો ભાવ 2940 રુપિયા થઈ ગયો છે.
જો વાત કરવામાં આવે શહેરમાં રહેતા સામાન્ય વર્ગના લોકોની તો તે લોકોની તો હાલત કફોડી થઈ ગઈ છે. મોંઘવારીમાં લોકોને જીવન જરૂરીયાત વસ્તુઓને ખરીદવામાં પણ તકલીફ પડી રહી છે.