Site icon Revoi.in

રાજકોટ: પ્રાણીઓને ગરમીની અસર ન થાય તે માટે પ્રદ્યુમન પાર્કમાં ખાસ વ્યવસ્થા

Social Share

રાજકોટ: ઉનાળાની ગરમીથી ઝૂ ના પ્રાણીઓને રાહત મળે તે માટેરાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂમાંખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઝૂમાં પ્રાણીઓને ગરમીથી રક્ષવામાટે તળાવ, ફુવારા, ગુફા બનાવાઇછે આ સહિતની અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને પ્રાણી માત્ર ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં પ્રાણીઓને ગરમીથી રાહત થાય તે માટે ગોઠવણ કરવામાં આવી છે.પંખી અને પ્રાણીઓને ઠંડક થાય તે માટે ફુવારાથી માંડી પંખા મૂકવાના આયોજન કરાયા છે. ઝૂ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સિંહ, વાઘ, દીપડા, રીંછ જેવા મોટા કદના પ્રાણીઓ માટે પાંજરામાં પાણીના તળાવ બનાવ્યા છે જેથી આકરા તાપ કે ગરમીના સમયે પાણીમાં પડી તેઓ પોતાના શરીરનું તાપમાન જાળવી શકે.

પાંજરામાં વૃક્ષોની ડાળીઓ વચ્ચે નાના ફુવારા મુકાયા છે જેથી ઠંડક જળવાઈ રહે. બપોર પછીના આકરા તાપમાં રીંછને રાહત આપવા માટે ખાસ પ્રકારની ફ્રૂટ કેન્ડી અપાય છે જેમાં ફળો બરફમાં જમાવેલા હોય છે. આ ઉપરાંત નાઈટ શેલ્ટરમાં પંખા તેમજ કૂલર મુકાયા છે.અહી પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘ શોભામાં વધારો કરી રહ્યા છે. નાના કદના પ્રાણીઓ જેવા કે વરુ, શિયાળ, ઝરખ, શાહુડી માટે તેમના પાંજરામાં જ ગુફા બનાવેલી છે જેથી બપોરે તેમાં આરામ કરી શકે અને પાંજરાની આસપાસ ફુવારા મુકાયા છે. વાંદરાઓ માટે પણ ફ્રૂટ કેન્ડી અપાય છે. પક્ષીઓ માટે પાંજરા ઉપરા સુકા ઘાસ મૂકી દેવાયા છે ગરમીને કારણે પ્રાણીઓમાં ડિહાઈડ્રેશન તેમજ ડાયેરિયાની સમસ્યા ન થાય તે માટે પ્રાણીઓને અપાતા પીવાના પાણીમાં ઓઆરએસ નાખવામાં આવે છે.