Site icon Revoi.in

રાજકોટ એસટી ડિવિઝનને રક્ષાબંધનના તહેવારોમાં પ્રતિદિન આવક 83 લાખે પહોંચી

Social Share

રાજકોટઃ રક્ષાબંધન અને શનિ-રવિની રજાઓ એક સાથે આવતા એસટી નિગમ દ્વારા પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં રાજકોટ એસ ટી વિભાગ દ્વારા 180 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી. ઉપરાંત અન્ય રોજિંદા રૂટ પર પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હતો. તેથી રાજકોટ એસ ટી ડિવિઝનને રક્ષા બંધનના તહેવારોની પ્રતિદિન આવકમાં 83 લાખે પહોંચી હતી.

રાજકોટ એસટી વિભાગને રક્ષાબંધન ફળી હોય તેમ એક જ દિવસમાં 83 લાખની આવક થઈ હતી. આ સાથે જ દૈનિક આવક અગાઉ જે 56 લાખની હતી. તેમાં એક જ દિવસમાં 27 લાખનો વધારો થયો હતો. 180 એક્સ્ટ્રા ટ્રીપ એસટી વિભાગ દ્વારા દોડાવવામાં આવી હતી. રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જતી હોય છે. ત્યારે તેમની સરળતા માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી. જેના થકી આવકમાં વધારો જોવા મળ્યો હતો.

રાજકોટ એસટી ડિવિઝનના સૂત્રોએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી વિભાગ દ્વારા 180 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી અને તેના થકી રક્ષાબંધનના માત્ર એક જ દિવસમાં રાજકોટ એસટી વિભાગની આવક 83 લાખ થઈ હતી. જે રેગ્યુલર એટલે કે દૈનિક આવક કરતા 27 લાખનો વધારો છે. રાજકોટ એસટી ડિવિઝનમાં દરરોજની 550થી વધુ ટ્રીપ દોડાવવામાં આવે છે. જેમાં મુસાફરોને સસ્તું ભાડુ અને સલામતી મળે છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જતી હોય છે. ત્યારે તેઓને એસ.ટી.ની સલામત સવારીનો લાભ મળે તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.

રાજકોટ એસટી વિભાગ દ્વારા રાજકોટથી અમદાવાદ, વડોદરા, મોરબી, જામનગર, જૂનાગઢ, ભાવનગર ઉપરાંત સુરેન્દ્રનગરથી બોટાદ અને મોરબીથી અમદાવાદ એમ અલગ અલગ જિલ્લાઓ માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેથી રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જતા લોકોને એસટી બસમાં ભીડનો સામનો કરવો ન પડે અને સસ્તા ભાડા તેમજ સલામત મુસાફરી કરી શકે તે માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ પણ લીધો હતો આ સાથે જ તહેવારો શરૂ થતા હવે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો શરૂ કરી દેવામાં આવી છે.

#RajkotSTDivision | #ExtraBuses | #FestivalTraffic | #RakhiSpecial | #STRevenueIncrease | #PublicTransportBoost | #HolidayTravel | #STDivision | #TransportEnhancement | #FestivalRush | #RakhiTravel | #RajkotSTUpdate | #PassengerConvenience | #STService | #TransportNews