Site icon Revoi.in

રાજકોટ :આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ માટે 187 કરોડ મંજૂર કરતી રાજ્ય સરકાર

Social Share

રાજકોટ:રાજકોટવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. શહેરની આજી નદી કાંઠે બિરાજતા સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરના જીણોદ્વાર અને આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ માટે રાજ્ય સરકારે પ્રથમ ફેઝ માટે 187 કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજકોટ મહાપાલિકાને રૂ.187 કરોડની ફાળવણી મંજૂર કરી છે.જે અંગે મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ મીડિયાને જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, ઉપરોક્ત પ્રોજેક્ટના ટેન્ડર દિવાળી પહેલા પ્રસિદ્ધ થઇ જશે. મેયરના ડ્રિમ પ્રોજેક્ટ માટે રૂ.187 કરોડની ફાળવણી મંજૂર કરવા સાથે તે પેટેના રૂ.49 કરોડની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો પણ રિલીઝ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે,વિધાનસભા ચૂંટણી પહેલા રિવરફ્રન્ટનું કામકાજ શરૂ થાય એ માટે રકમ ફાળવી દેવામાં આવી છે. આજી નદીના બંને કિનારાને લઈને 11 કિમી લાંબો રિવર ફ્રન્ટ બનાવવા પ્રસ્તાવ મુકાયો.ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજકોટ મહાપાલિકાને રૂ.187 કરોડની ફાળવણી મંજૂર કરી છે.

 

 

 

.