- દાદાને કરાયો અલોકિક શણગાર
- ઠંડીના લાગે તે રીતે કરાયો શણગાર
- પૂજારી પરિવાર દ્વારા રખાઈ છે ખાસ ધ્યાન
રાજકોટ: ભારત દેશને દેવી અને દેવતાઓને ભૂમી એમ જ નથી કહેવામાં આવતી. તેની પાછળ અનેક કારણો છે. ભારત દેશમાં દેવી દેવતાઓ પ્રત્યે હંમેશા લોકોનો આદર રહ્યો છે અને ગુજરાતમાં આવેલા રાજકોટ શહેરમાં પણ કાંઈક એવુ જ બન્યું છે જે લોકોના મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ જગાડે છે.
રાજકોટ શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ બાલાજી મંદિર ખાતે હનુમાન દાદાને અલોકિક શણગાર કરવામાં આવ્યો હતો..બાલાજી દાદાને ગરમ રાધે – રાધે નામની શાલ ઓઢાડીને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો.બાલાજી મંદિરના પૂજારી દ્વારા ખાસ શિત કાલીન સમયમાં ધ્યાન રાખવામાં આવે છે અને તે મુજબ જ અલોકિક શણગાર કરવામાં આવે છે. જે દર્શન કરીને હરી – ભક્તોએ ધન્યતા અનુભવે છે.
જો વાત કરવામાં આવે આપડા વડીલોની તો તેઓ હંમેશા કહે છે કે વિશ્વાસ છે તો ભગવાન છે અને વિશ્વાસ નથી તો કાંઈ જ નથી.