Site icon Revoi.in

રાજકોટ :ધુમ્મસનું સામ્રાજ્ય, ઠંડી વધવાના એંધાણ વર્તાયા

Social Share

રાજકોટઃ-રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધુમ્મસનું વાતાવરણ છવાઈ ગયું છે.વહેલી સવારે એકાએક વાતાવરણમાં પલટો આવતા ધુમ્મસને પગલે ઠંડી વધવા લાગે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

વહેલી સવારે ધુમ્મસના લીધે નજીકની વસ્તુઓ પણ સ્પષ્ટ દેખાતી ન હતી. ધુમ્મસના કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.ધુમ્મસથી વાહનચાલકોને વાહનોમાં લાઈટ ચાલુ કરવાની પણ ફરજ પડી હતી. અને નાના – મોટા અકસ્માતો થવાની પણ દહેશત પણ વ્યાપી ગઈ હતી.

શિયાળાના આગમન બાદ એકાએક વાતાવરણ બદલાયું હતું અને જેને પગલે ડબલ ઋતુનો અહેસાસ લોકોને થયો હતો..જોકે હવે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે.અને ધુમ્મસના સામ્રાજ્ય સાથે જ ઠંડી ફરી એક વખત પોતાનું જોર બતાવે તેવું લાગી રહ્યું છે.સવારે અને સાંજથી આખી રાત તાપમાન ઘટવા લાગશે અને ધીમે ધીમે ઠંડી વધશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

દેવાશીં-