Site icon Revoi.in

રાજકોટ : ભર ઉનાળે ફરી એક વખત લોકો બે દિવસ સુધી તરસ્યા રહેશે

Social Share

રાજકોટ શહેરમાં ફરી એક વખત ભર ઉનાળે લોકો બે દિવસ સુધી તરસ્યા રહેશે.રાજકોટ મનપાના વોટર વર્કસ વિભાગ દ્વારા ફરી એક વખત ટેકનીકલ બહાનુ આગળ ધરી પાણી કાંપ ઝીંકવાની જાહેરાત કરી છે.રાજકોટમાં 8 મીએ વોર્ડ નં.13 જ્યારે 9 મીએ વોર્ડ નં .11 , 12 , 7 , 14 અને 17 ના વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં નહી આવે.

શહેરને પાણી પૂરું પાડતા ભાદર ડેમની 900મીમીની મુખ્ય લાઈનમાં લીલાખા પાસે ભંગાણ સર્જાયું છ. જેને પગલે શહેરમાં રવિવારે અને સોમવારે પાણીકાપ ઝીકવામાં આવ્યો છે. એક તરફ રાજકોટમાં મનપા દ્વારા સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ મેયર દ્વારા લૂલો બચાવ કરીને ‘હાલ અનેક વિસ્તારમાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છે’ તેવું જણાવામાં આવ્યું છે. જેને પગલે શહેરમાં હજુ પણ ટેન્કર પ્રથા યથાવત હોય તેવું સામે આવી રહ્યું છે.

મેયર પ્રદિપ ડવે જણાવ્યુ હતું કે , રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા ભાદર ડેમની 900 મીમીની મુખ્ય લાઈનમાં લીલાખા પાસે ભંગાણ સર્જાયું છે.તેથી તેના રિપેરિંગ કામ અર્થે પાણીકાપ રહેશે.