Site icon Revoi.in

રાજકોટ: ટીપી રોડ વધારે ખુલ્લો થશે, આરએમસી દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા શરૂ

Social Share

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે સવારથી જ યુનિવર્સિટી રોડ પર આવેલ કિડની હોસ્પિટલ નજીક ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજીત 20 જેટલા મકાનોને પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી રોડથી રૈયારોડ ને જોડતો ટીપી રોડ ખુલ્લો કરવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાયું ડીમોલેશન

યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ નજીક 20 જેટલા મકાનો પાડવા અંગેની અગાઉ સ્થાનિકોને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ આજે વહેલી સવારે મનપાની ટીપી શાખાની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને 20 જેટલા મકાનોને ડીમોલેશન કરવાની કાર્યવાહી કરી હતી. વિસ્તારમાં ડીમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આજે પણ શહેરમાં કેટલાક રસ્તાઓ એવા છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યા છે અને તંત્ર દ્વારા તે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે જેનાથી શહેરમાં લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળે અને ટ્રાફિક પણ ઓછો થાય.