Site icon Revoi.in

રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં 52000થી વધારે પ્રવાસીઓએ લીધી મુલાકાત, લોકોમાં તહેવારનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો

Social Share

રાજકોટ:રંગીલા રાજકોટમાં લોકો આ વખતે દિવાળીનો તહેવાર ખુબ ધામધૂમથી ઉજવી રહ્યા છે. શહેરના બજારોમાં ભીડ જોવા મળી રહી છે તો સાથે પાર્કમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલું છે.

હાલ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. ઝૂ ખાતે દિવાળીથી ત્રિજ સુધી એટલે કે ચાર દિવસમાં કુલ 52275 સહેલાણીઓ પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.13,07,205/-ની આવક થઈ છે. તહેવારોને ધ્યાને રાખી ગત શુક્રવાર નૂતન વર્ષના દિવસે પણ ઝૂ મુલાકાતીઓ માટે શરૂ રાખવામાં આવ્યું હતું. નિયમિત રીતે ઝૂ દર શુક્રવારે વિકલી મેઇન્ટેનન્સ માટે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે.

વધુ જાણકારી અનુસાર ચાલુ વર્ષે નુતન વર્ષના દિવસે શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓની સગવડતા માટે અને મુલાકાતીઓ નુતન વર્ષના દિવસે પાર્કની મુલાકાત લઇ શકે તે હેતુથી શુક્રવારના દિવસે ઝૂ શરૂ રખાતા આ દિવસે 14849 મુલાકાતીઓ ઝૂ ખાતે આવ્યા છે..

તહેવારનાં દિવસોમાં મુલાકાતીઓની વિશેષ ભીડ રહેતી હોવાથી તંત્ર દ્વારા અગાઉથી જ મુલાકાતીઓને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે.