રાજકુમાર રાવ 48 કલાક ઉંઘ્યા વગર કામ કરે છે, જાણો આવું કરવું કેટલું જોખમી
બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ આ દિવસોમાં પોતાની સુપરહિટ ફિલ્મ ‘સ્ત્રી-2’ના કારણે ચર્ચામાં છે. તેમને ખૂબ જ હાર્ડ વર્કિંગ માનવામાં આવે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજકુમાર રાવની પત્ની તેમની સ્લીપલેસ નાઈટનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કેટલીકવાર કામના કારણે તે સતત કેટલાંક કલાકો સુધી સુઈ શકતો નથી અને 48 કલાક સુધી ઉંઘ્યા વગર કામ કરે છે.
અધૂરી ઊંઘ આજકાલ સૌથી મોટી અને ગંભીર સમસ્યા બની ગઈ છે. તેનો સીધો સંબંધ માનસિક સ્વાસ્થ્ય, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા રોગો સાથે પણ છે.
• ઊંઘ વિના કામ કરવાના જોખમો
હ્રદયની બીમારી: એલ્સેવિયર જર્નલમાં પ્રકાશિત થયેલ રિપોર્ટ જણાવાયું છે કે અધૂરી ઊંઘ ધરાવતા લોકોમાં આત્મહત્યાના વિચારો વધુ આવે છે. દરરોજ 7-8 કલાકની ઊંઘ ન લેવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. એક કલાક ઓછી ઊંઘ હૃદયના જોખમને વધારી શકે છે. કોઈ વ્યક્તિ નક્કી કરેલ સમય કરતાં ઓછી ઊંઘ લે છે, તો બીજા દિવસે હાર્ટ એટેકનું જોખમ 24% વધી જાય છે.
ઉંમર ઘટે : જો કોઈ સ્વસ્થ વ્યક્તિ માત્ર ચાર કલાક ઊંઘે છે, તો તેનું ટેસ્ટોસ્ટેરોન હોર્મોન તેના કરતા 10 વર્ષ મોટી વ્યક્તિ જેટલું થઈ જાય છે. મતલબ કે તે 10 વર્ષ મોટો થાય છે. ઓછી ઊંઘ વૃદ્ધત્વનું જોખમ વધારે છે.
મગજની ક્ષમતા ઘટે: સેન્ટર ફોર હ્યુમન સ્લીપ સાયન્સ જણાવે છે કે દરરોજ 6 કલાક કે તેનાથી ઓછી ઊંઘ અનિદ્રા અને સ્લીપ એપનિયાથી પીડાતા દર્દીઓમાં મગજ સંબંધિત સમસ્યાઓ અને રોગોનું જોખમ વધારે છે. તેનાથી અલ્ઝાઈમર થઈ શકે છે.
શરદી થવાનું જોખમ 3 ગણું વધારે: જે લોકો દરરોજ 7 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમાં ફ્લૂનું જોખમ 3 ગણું વધારે છે. આનો અર્થ એ છે કે તેઓ સામાન્ય શરદીથી વધુ પીડાય છે.
એન્ટિબોડીઝ ઓછી ઉત્પન્ન થાય : જો કોઈ વ્યક્તિ રસી લેતા પહેલા એક અઠવાડિયા સુધી અધૂરી ઊંઘ લે છે, તો રસી લીધા પછી તેના શરીરમાં માત્ર 50% એન્ટિબોડીઝ ઉત્પન્ન થાય છે.