- રાજકુમાર અને કૃતિ સનેનની ફિલ્મ હમ દો હમારે દો
- દર્શકોને હસાવવામાં ફિલ્મ નિષ્ફળ રહી
મુંબઈઃ- જ્યારે પણ નિર્માતા દિનેશ વિજન દ્વારા કોઈ ફિલ્મની જાહેરાત કરવામાં આવે છે, ત્યારે તે ફિલ્મ પ્રત્યે અપેક્ષાઓ આપોઆપ વધી જાય છે. અને શા માટે નહીં ? તેણે સ્ત્રી, મીમી, લુકા છુપી, બાલા, હિન્દી મીડિયમ જેવી ફિલ્મોથી ભરપૂર મનોરંજન કર્યું છે. હવે તેમની એક નવી ફિલ્મ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. ફિલ્મનું નામ ‘હમ દો હમારે દો’ છે. પરંતુ આ વખતે તેની ફિલ્મે નિરાશ કર્યા છે. ફિલ્મ ઘણા પાસાઓ પર નબળી લાગી રહી છે. રાજકુમાર રાવ પણ પોતાની એક્ટિંગનો જાદુ નથી ફેલાવી શક્યા.
ફિલ્મની વાર્તા ધ્રુવ શિખર (રાજકુમાર રાવ) અને અન્યા (ક્રિતી સેનન)ની લવ સ્ટોરી-મેરેજની આસપાસ વણાયેલી છે. ફિલ્મની વાર્તા ધ્રુવથી શરૂ થાય છે, જે એક અનાથ છે અને ઢાબા પર કામ કરે છે. પરંતુ એક દિવસ એક અજાણી વ્યક્તિ પ્રેરણા બનીને તેના જીવનમાં આવે છે અને તે અડધી રાત્રે ઢાબા છોડીને ભાગી જાય છે.
આ સાથેજ ઘ્રુવ મોટો થઈને પોતાની એપ ડિઝાઇન કરવા માટે સંઘર્ષ કરે છે, અભ્યાસ કરે છે અને મોટો થાય છે. ઘણા પૈસા કમાયા પછી પણ તેની પાસે હંમેશા એક જ અફસોસ રહે છે, તે જ સમયે, અન્યાના માતાપિતા બાળપણમાં એક અકસ્માતમાં ગુજરી ગયા હોય છે તેના કાકા કાકી તેની પરવરીશકરીને મોટી કરે છે. અન્યાનું એક જ સપનું છે કે તે એક મીઠી કુટુંબ ધરાવતી વ્યક્તિ સાથે લગ્ન કરે.
અન્યા અને ધ્રુવની પહેલી મુલાકાત ધ્રુવની એપ લોન્ચ વખતે થઈ હતી. આ પછી મિત્રતા અને પછી પ્રેમ. હવે બંનેના પ્રેમની ગાડી લગ્ન સુધી કેવી રીતે પહોંચશે, ફિલ્મ તેના પર કેન્દ્રિત છે.
આ ફિલ્મ અસત્ય અને સત્યની ભેળસેળ વચ્ચે દિગ્દર્શકે કોમેડીનો રંગ ઉમેરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ શું દિગ્દર્શક આમાં સફળ થયા છે? જો કે આ ફિલ્મ અડધી થાય છેત્યા સુધી હસવાનું નામો નિશાન જોવા મળતું નથી, પરંતુ ઈન્ટરવલ પછી થોડુ હાલ્ય ઇત્પન્ન થાય છે, જો કે બળજબરી પુર્વક દર્શકોને હસાવવાનો પ્રયત્ન કર્યો હોય તેમ લાગી રહ્યું છે.
આ ફિલ્મ એક કોમેડી ડ્રામા છે, જો કે, કોમેડીના નામે તમને ફક્ત જૂના સાંભળેલા સંવાદો જ જોવા મળે. ઘણી જગ્યાએ કોમેડીના નામે જોક્સ બનાવવામાં આવી રહ્યા હોવાનું જણાય છે. ફિલ્મનો સૌથી નકારાત્મક મુદ્દો એ છે કે તેની શરૂઆત ખૂબ જ નબળી છે. ગ્રાફ મધ્યમાં થોડો વધારો કરવાનો પ્રયાસ કરે છે જો કે, ક્લાઈમેક્સ બેકફાયર થાય છે. એક્ટિંગ, સ્ટોરીલાઈન, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, ડિરેક્શન, ડાયલોગ્સ બધું જ એકદમ નિસ્તેજ છે. બેકગ્રાઉન્ડ સ્કોર એકદમ મેળ ખાતો નથી. એકંદરે ફિલ્મ બોર કરે છે.સ્ટોરી ખૂબ સરસ છે પણ જો હજુ તેને વધુ ઘારદાર બનાવી હોય તો તે વધુ સફળ સાબિત થઈ શકતે.આ સાથે જ પરેશ રાલવની પ્રેમ કહાનિ પમ ફિલ્મમાં વણી લેવામાં આવી છે,