Site icon Revoi.in

રાજનાથસિંહે અમેરિકાના રક્ષા સચિવ સાથે કરી દ્વિપક્ષીય બેઠક

Social Share

• બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ ગતિવિધીઓને પ્રગાઢ બનાવવા ચર્ચા
• સિક્યોરિટી ઓફ સપ્લાય સિસ્ટમ-લાયઝન ઓફિસર્સની નિમણૂક અંગે MOU

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકા મુલાકાત દરમિયાન પેન્ટાગોનમાં અમેરિકન રક્ષા સચિવ લોઇડ ઓસ્ટિન સાથે મુલાકાત કરી હતી. અને બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ ગતિવિધીઓને પ્રગાઢ બનાવવા ચર્ચા કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે સિક્યોરિટી ઓફ સપ્લાય સિસ્ટમ અને લાયઝન ઓફિસર્સની નિમણૂક અંગે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. ભારત અને અમેરિકા રાષ્ટ્રીય સંરક્ષણને પ્રોત્સાહન આપતા માલ અને સેવાઓ માટે પ્રાથમિકતા સહાય પૂરી પાડવા માટે સહમત થયા છે.

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ હાલ અમેરિકાની મુલાકાતે છે. ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધ વધારે ગાઢ બન્યાં છે. રાજનાથસિંહની અમેરિકાની મુલાકાત દરમિયાન અનેક મહત્વકાંક્ષી નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.

#RajnathSingh #USVisit #DefenseCooperation #PentagonMeeting #LloydAustin #IndiaUSA #DefenseAlliance #SecuritySupplyChain #MOU #StrategicPartnership #DefenseMinistry #InternationalRelations #IndiaUSRelations #GlobalSecurity #DefenseAgreement #DefenseCollaboration