Site icon Revoi.in

રાજનાથ સિંહે BRO દ્વારા 2236 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ 75 માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

Social Share

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે BRO દ્વારા 2 હજાર 236 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ 75 માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.

સિક્કિમમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ મંત્રીએ 22 રસ્તાઓ, 51 પુલ અને અન્ય બે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ્સ આંદામાન અને નિકોબાર ટાપુઓ સહિત દેશના 11 સરહદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બનાવવામાં આવ્યા છે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા ઉદ્ઘાટન કરાયેલા આ પ્રોજેક્ટ્સમાં લદ્દાખમાં બે પુલનો સમાવેશ થાય છે. આ પુલ સંરક્ષણ દળોને તમામ હવામાનમાં કનેક્ટિવિટી પૂરી પાડવા માટે સરહદી વિસ્તારો માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. 

હેમિયા બ્રિજ પૂર્વી લદ્દાખમાં દક્ષિણ પેટા-પ્રદેશોમાં ઝડપી જોડાણમાં મદદ કરશે. સૌથી મહત્ત્વપૂર્ણ સિક્કીમમાં કુપુપ – શેરથાંગ રોડ છે, જે લશ્કરને અવરજવર માટે વૈકલ્પિક માર્ગ પ્રદાન કરશે.