દિલ્હીઃ પીએમ મોદીએ સીએમ યોગીના ખભા પર હાથ મૂકીને શું કહ્યું તેનો ખુલાસો કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કર્યો છે. સીતાપુરમાં આયોજિત બૂથ સંમેલનને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાનો અને પીએમ મોદીનો એક ફોટો ટ્વીટ કર્યો હતો, જેમાં વડાપ્રધાન તેમના ખભા પર હાથ રાખીને તેમને કંઈક કહી રહ્યા હતા. આ ફોટો વાયરલ થતા જ લોકો વિચારતા હતા કે, પીએમ મોદીએ કહ્યું હતું કે યોગીજીએ ઝડપી બેટિંગ કરો અને મજબુતીથી રમો, જીત નિશ્ચિત છે.
हम निकल पड़े हैं प्रण करके
अपना तन-मन अर्पण करके
जिद है एक सूर्य उगाना है
अम्बर से ऊँचा जाना है
एक भारत नया बनाना है pic.twitter.com/0uH4JDdPJE— Yogi Adityanath (@myogiadityanath) November 21, 2021
તેમણે કહ્યું, “ભાજપ સત્તાના સુખ માટે નહીં પણ દેશ માટે સરકાર બનાવવા માંગે છે. તમારા જેવા સમર્પિત કાર્યકરોના કારણે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.” પાર્ટી અન્ય રાજકીય પક્ષોની જેમ ખોટા વચનો આપતી નથી, અમારો ચૂંટણી ઢંઢેરો પણ ખોટા દાવાઓથી મુક્ત છે, તેથી હું કહું છું કે પક્ષ જે કહે છે તે કરે છે. ટૂંક સમયમાં દરેક જિલ્લામાં પોતાની મેડિકલ કોલેજ હશે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના અવધ પ્રદેશના બૂથ પ્રમુખોના સંમેલનને સંબોધતા તેમણે વધારેમાં કહ્યું કે, આપણો પક્ષ હંમેશા ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ રહ્યો છે, તેથી વડા પ્રધાને કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા છે. ભાજપાએ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની જેમ ખેડૂતો અને રામભક્તો પર ક્યારેય ગોળીબાર નહીં કરી શકે.
સમાજવાદી પાર્ટી ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, વિભાજનકારી રાજનીતિમાં માને છે કારણ કે તેમના નેતાઓ જિન્ના વિશે વાત કરે છે જે દેશના ભાગલા માટે જવાબદાર હતા મુસ્લિમ સમાજે પણ આ માટે સમાજવાદી પાર્ટીની નિંદા કરી છે. સપાના શાસનને ગુંડાઓ અને માફિયાઓની સરકાર ગણાવતા તેમણે કહ્યું કે આજે યોગીનું નામ સાંભળતા જ ગુંડાઓ અને માફિયાઓના ધબકારા વધી જાય છે, આ ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે.