Site icon Revoi.in

ભારતની સમુદ્રી શક્તિ થશે વધુ મજબૂત, દેશને મળશે સબમરીન INS ખંડેરી

Social Share

નવી દિલ્હી: જેમ જેમ ભારતીય સીમાઓની સુરક્ષાને લઈને ખતરો વધી રહ્યો છે, તેમ-તેમ હવે આ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની તૈયારી પણ થઈ રહી છે. હવે આ કડીમાં ભારતીય નૌસેનાની શક્તિ વધારવા માટે આઈએનએસ ખંડેરી આવી ગઈ છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ 28 સપ્ટેમ્બરે મુંબઈમાં બીજી કલવરી ક્લાસ સબમરીન આઈએનએસ ખંડેરીને કમિશન આપશે. સંરક્ષણ પ્રધાન આઈએનએસ વિક્રમાદિત્ય પર એક દિવસ વિતાવવા માટે ગોવાથી આગળ વધશે.

આઈએનએસ ખંડેરી બીજી કલાવરી ક્લાસ સબમરીને છે. નૌસેનાની શક્તિને વધારવા માટે આઈએનએસ ખંડેરીની નૌસેના 19 સપ્ટેમ્બરે સોંપી દેવામાં આવી હતી અને 28 સપ્ટેમ્બરે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ખુદ મુંબઈમાં તેને કમિશનિંગ કરશે. આ આઈએનએસ ખંડેરીની ઘણી ખાસિયત છે. જે તેને દેશમાં રહેલી પ્રવર્તમાન સબમરીનોમાંથી સૌથી શ્રેષ્ઠ અને ઉન્નત બનાવે છે.