Site icon Revoi.in

રાજપીપળાઃ ફાયર સેફ્ટીના મુદ્દે 3 સ્કૂલો કરાઈ સીલ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફાયર સેફ્ટીના મુદ્દે હાઈકોર્ટના આકરા વલણ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. દરમિયાન નર્મદાના રાજપીપળામાં 3 સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યું હતું. જેથી પાલિકા તંત્ર દ્વારા આ ત્રણેય સ્કૂલને સીલ કરવામાં આવી છે.

રાજ્યમાં ફાયર સેફ્ટીના નિયમો અંગે કડક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે. જેને લઇને નર્મદાના રાજપીપળા ખાતે ચેકીંગ કરાતા 3 સ્કૂલોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. નગરપાલિકા વિસ્તારમાં આવતી 3 સ્કૂલો પાસે ફાયર એનઓસી ન હોવાથી તેને સીલ કરવામાં આવી હતી. આ અગાઉ આ સ્કૂલોને 3 વખત નોટિસ આપવા છતાં પણ શાળા દ્વારા ફાયર એનઓસી લેવામાં આવી નહોતી. પરિણામે સ્કૂલ અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો.