Site icon Revoi.in

રાજસ્થાનમાં આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત –  ગુજરાતી પ્રવાસીઓની ચિંતા વધી, 10 ટકા પ્રવાસીઓએ બુકિંગ રદ કરાવ્યું

Social Share

અમદાવાદ – હાલ તહેવારોના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે દેશભરના કેટસાક રાજ્યોમાં કોરોનાનો કહેર પણ વર્તાઈ રહ્યો છે, ત્યારે હવે આવનાકરા દિવસોમાં હોળી-ધૂળેટીના તહેવારોમાં ગુજરાતના મોટી સંખ્યામાં પ્રવાસીઓ રાજસ્થાનમાં રજાઓ માણવા જતા હોઈ છે.જો કે હવે વધતા કોરોનાના કહેરને લઈવે રાજસ્થાનમાં આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત બન્યો છે.

ફરવા લાયક ફેમસ ગણાતા રાજ્સથાનના સ્થળો જેવા કે, માઉન્ટ આબુ, જેસલમેર, ઉદયપુર, કુંભલગઢ, જોધપુર જેવા પ્રવાસના સ્થળોએ ગુજરાતીઓ રજા ગાળવાનું પસંદ કરતા હોય છે. પરંતુ, કોરોના મહામારીને પગલે રાજસ્થાન સરકારે હવે ગુજરાતથી આવતા પ્રવાસી માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યો છે.જેને લઈને  10 ટકાથી વધુ લોકોએ પ્રવાસનું બુકિંગ રદ કરાવ્યું છે.

પ્રવાસના બુકિંગ રદ થતા ટ્રાવેલ્સને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે, કોરોના મહામારી બાદ ઘીરે ઘીરે પ્રવાસને પ્રોત્સાહન મળી રહ્યું હતું ત્યા તો હવે કોરોના ટેસ્ટ ફરજિયાત બનતા જ લોકો પ્રવાસ રદ કરતા જોવા મળ્યા છે

ઉલ્લેખનીય છે કે,આપણા રાજ્યમાંથી હોળીના તહેવારોમાં મોટી સંખ્યામાં ગુજરાતી પર્યટકોએ બુકિંગ કરાવ્યું છે. રાજસ્થાનના અનેક ફરવા લાયક જાણીતા સ્થળોનું બુકિંગ ફુલ થઈ ગયું હતું. જોકે રાજસ્થાન સરકારના આદેશ બાદ પર્યટકોની ચિંતામાં વધારો થયો છે અને તેના કારણે  10 ટકા પ્રવાસીઓએ બુકિંગરદ પણ  કરાવ્યા છે. જો રાજ્ય સરકારનો આ નિર્ણય બદવાશે નહી તો હજુ વધુ બુકિંગ રદ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

સાહિન-